Shree Swaminarayan Gurukul, Vadali road, Khirasara, Gujarat 360450

" વિલાસી વાતાવરણથી મુક્ત, સંતોના આત્મીય સંચાલનથી યુક્ત
ગુરુકુળમાં આપનું બાળક બનશે શિક્ષણ અને સંસ્કારોથી તૃપ્ત "

About Image
About Image
About Image

15+

વર્ષોથી સંસ્કાર સાથે શિક્ષણ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ

સંસ્કાર, શિક્ષણ અને
સર્વાંગી વિકાસનું પવિત્ર ધામ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ટીંબડી અને ખીરસરા ખાતે આધુનિક શિક્ષણ સાથે ભારતીય સંસ્કારોનું અનોખું સંકલન આપવામાં આવે છે. સંતોના પવિત્ર સંગાથ અને અનુભવી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય ઘડવામાં આવે છે.

✨ દીકરીનું ઘડતર... સમાજનું ચણતર...
✨ અનુભવ, સંસ્કાર અને શિક્ષણનો શુભ સમન્વય

ડે સ્કૂલ, હોસ્ટેલ, ટ્યુશન, કમ્પ્યુટર શિક્ષણ, સ્માર્ટ ક્લાસરૂમ, પ્રોજેક્ટર, લેબ, લાઈબ્રેરી અને સ્કૂલ બસ — સર્વ સુવિધાઓ ઉપલબ્ધ.

✔ સ્માર્ટબોર્ડ દ્વારા આધુનિક શિક્ષણ
✔ અલગ હોસ્ટેલ સુવિધા
✔ CCTV સુરક્ષિત કેમ્પસ
✔ નિષ્ણાત શિક્ષકો દ્વારા માર્ગદર્શન
વધુ જાણો →
WHY CHOOSE US

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ
કેમ પસંદ કરશો?

સતત શૈક્ષણિક સિદ્ધિ

ધારણા આધારિત શિક્ષણ, સતત મૂલ્યાંકન અને ઉત્તમ બોર્ડ પરિણામો દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ સતત ઉત્તમ રહે છે. દરેક વિદ્યાર્થીના શૈક્ષણિક વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે.

આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર

સ્માર્ટ ક્લાસરૂમ, આધુનિક લેબ, લાઇબ્રેરી અને એક્ટિવિટી ઝોન સાથે શીખવાની પ્રક્રિયા વધુ રસપ્રદ અને અસરકારક બને છે. વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શૈક્ષણિક વાતાવરણ મળે છે.

અનુભવી શિક્ષકો

ઉચ્ચ લાયકાત ધરાવતા અને અનુભવી શિક્ષકો મૂલ્ય આધારિત શિક્ષણ, વ્યક્તિગત ધ્યાન અને સર્વાંગી વિકાસ પર ભાર મૂકે છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત માર્ગદર્શન.

અમારા ગુરુકુળનું વિઝન

વર્ષ ૨૦૧૦ થી
સંસ્કાર અને શિક્ષણના પવિત્ર માર્ગ પર
એક નવી શરૂઆત સાથે
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ
બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે
શ્રેષ્ઠ શિક્ષણ, શિસ્ત અને આધ્યાત્મિક મૂલ્યોનું
સિંચન કરી રહ્યું છે.

અમારા હૃદયની ભાવના

School Image

શિક્ષણ અને સંસ્કાર

આજના યુગમાં માત્ર પુસ્તકિય જ્ઞાન પૂરતું નથી. બાળકોમાં સંસ્કાર, શિસ્ત અને સારા વિચારોનું નિર્માણ પણ એટલું જ મહત્વનું છે. ગુરુકુળમાં શિક્ષણ સાથે જીવનમૂલ્યોનું માર્ગદર્શન આપવામાં આવે છે.

Students

સર્વાંગી વિકાસ

વિદ્યાર્થીઓના માનસિક, શૈક્ષણિક, શારીરિક અને આધ્યાત્મિક વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ, રમતગમત અને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ દ્વારા તેમને આત્મવિશ્વાસપૂર્ણ અને જવાબદાર નાગરિક બનાવવામાં આવે છે.

પ્રેરણા, વિઝન અને મિશન

• પ્રેરણા •

“ શિક્ષણ સાથે સંસ્કાર એ જ સાચું જીવન ઘડતર ”

વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે સદાચાર અને જીવનમૂલ્યો આપવાનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે.

- શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ

• વિઝન •

દરેક વિદ્યાર્થીને ઉત્તમ શિક્ષણ, મજબૂત સંસ્કાર અને આધુનિક વિચારસરણી સાથે શ્રેષ્ઠ નાગરિક બનાવવાનો અમારો વિઝન છે.

• મિશન •

ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધ્યાત્મિક મૂલ્યો, ટેક્નોલોજી અને પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્ય કરવું.

Swaminarayan

સમર્પણ અને સ્થાપના

ગુરુકુળની સ્થાપના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ અને મજબૂત સંસ્કાર આપવા માટે કરવામાં આવી છે. વર્ષોથી સંસ્થાએ હજારો વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાન, શિસ્ત અને સફળતાનો પ્રકાશ ફેલાવ્યો છે.

TOP-CLASS FACILITIES

અત્યાધુનિક સુવિધાઓ

કમ્પ્યુટર લેબ

કમ્પ્યુટર લેબમાં વિદ્યાર્થીઓને આધુનિક ટેક્નોલોજીનો વ્યવહારિક જ્ઞાન આપવામાં આવે છે. ઈન્ટરનેટ, પ્રોગ્રામિંગ અને ડિજિટલ સ્કિલ્સ શીખવવામાં આવે છે.

બધી સુવિધાઓ જુઓ
કમ્પ્યુટર લેબ
સંગીતશાળા
લાઇબ્રેરી
પ્રોજેક્ટ આધારિત શિક્ષણ
સ્વીમીંગ પૂલ / એન્જોય પાર્ક
લેબોરેટરી

શાળા મીડિયા સંગ્રહ

કળા, કૌશલ્ય અને કલ્યાણ

ની ત્રિવેણી ગંગા સાથે પ્રગતિના સોપાન સર કરાવે છે બંને ગુરુકુળ

કળા

સર્જનાત્મકતા • સંગીત • ચિત્ર • અભિવ્યક્તિ

કૌશલ્ય

નેતૃત્વ • ટેક્નોલોજી • જ્ઞાન • વિકાસ

કલ્યાણ

સંસ્કાર • આધ્યાત્મ • શાંતિ • સેવા

ગૌરવપૂર્ણ ક્ષણો

  • 06 Jul 2026

    ધોરણ 10ના ટોપર્સ

    ધોરણ 10ના ટોપર્સ

વાલીઓના અભિપ્રાય

અમારા ગુરુકુળ વિશે
વાલીઓ શું કહે છે

ગુણવત્તાયુક્ત શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસ માટે વાલીઓનો વિશ્વાસ અમારી સૌથી મોટી શક્તિ છે.

શિક્ષણ, પ્રવૃત્તિઓ અને સંસ્કારનો સુંદર સમન્વય ગુરુકુળને વિશેષ બનાવે છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે આ શ્રેષ્ઠ સંસ્થા છ

નેહાબેન જોષી

નેહાબેન જોષી

વાલી

અહીંના શિક્ષકો ખૂબ સહાયક અને પ્રેરણાદાયક છે. શાળાનું વાતાવરણ બાળકોના વિકાસ માટે અત્યંત ઉત્તમ છે.

રાજેશભાઈ શર્મા

રાજેશભાઈ શર્મા

વાલી