Shree Swaminarayan Gurukul, Vadali road, Khirasara, Gujarat 360450

About Us

Home > About Us

ABOUT OUR SCHOOL

શિક્ષણ, સંસ્કાર અને નવીનતાનું શ્રેષ્ઠ કેન્દ્ર

અમારી શાળા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે સંસ્કાર, નેતૃત્વ અને આધુનિક ટેક્નોલોજી આધારિત શીખવાની અનોખી તક આપે છે. અનુભવી શિક્ષકો અને આધુનિક સુવિધાઓ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે.

2500+

વિદ્યાર્થીઓ

30+

અનુભવી શિક્ષકો

15+

વર્ષનો અનુભવ

School

સ્માર્ટ શિક્ષણ

આધુનિક ટેક્નોલોજી આધારિત અભ્યાસ

શ્રેષ્ઠ પરિણામ

ઉત્તમ શૈક્ષણિક સિદ્ધિઓ

અમારા ગુરુકુળનું વિઝન

વર્ષ ૨૦૧૦ થી
સંસ્કાર અને શિક્ષણના પવિત્ર માર્ગ પર
એક નવી શરૂઆત સાથે
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ
બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે
શ્રેષ્ઠ શિક્ષણ, શિસ્ત અને આધ્યાત્મિક મૂલ્યોનું
સિંચન કરી રહ્યું છે.

અમારા હૃદયની ભાવના

School Image

શિક્ષણ અને સંસ્કાર

આજના યુગમાં માત્ર પુસ્તકિય જ્ઞાન પૂરતું નથી. બાળકોમાં સંસ્કાર, શિસ્ત અને સારા વિચારોનું નિર્માણ પણ એટલું જ મહત્વનું છે. ગુરુકુળમાં શિક્ષણ સાથે જીવનમૂલ્યોનું માર્ગદર્શન આપવામાં આવે છે.

Students

સર્વાંગી વિકાસ

વિદ્યાર્થીઓના માનસિક, શૈક્ષણિક, શારીરિક અને આધ્યાત્મિક વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ, રમતગમત અને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ દ્વારા તેમને આત્મવિશ્વાસપૂર્ણ અને જવાબદાર નાગરિક બનાવવામાં આવે છે.

પ્રેરણા, વિઝન અને મિશન

• પ્રેરણા •

“ શિક્ષણ સાથે સંસ્કાર એ જ સાચું જીવન ઘડતર ”

વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે સદાચાર અને જીવનમૂલ્યો આપવાનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે.

- શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ

• વિઝન •

દરેક વિદ્યાર્થીને ઉત્તમ શિક્ષણ, મજબૂત સંસ્કાર અને આધુનિક વિચારસરણી સાથે શ્રેષ્ઠ નાગરિક બનાવવાનો અમારો વિઝન છે.

• મિશન •

ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધ્યાત્મિક મૂલ્યો, ટેક્નોલોજી અને પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્ય કરવું.

Swaminarayan

સમર્પણ અને સ્થાપના

ગુરુકુળની સ્થાપના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ અને મજબૂત સંસ્કાર આપવા માટે કરવામાં આવી છે. વર્ષોથી સંસ્થાએ હજારો વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાન, શિસ્ત અને સફળતાનો પ્રકાશ ફેલાવ્યો છે.



૧. સંસ્થા પરિચય

View Full PDF

૨. ગુરુકુલનું મહત્વ

View Full PDF